સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (19:29 IST)

અમદાવાદમાં પત્ની અને દીકરીએ સાથે મળી પતિની હત્યા કરી નાંખી

Wife and daughter killed husband together in Ahmedabad
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિની શંકાના કારણે પત્નીને રોજ માર ખાવો પડતો હતો. રોજેરોજના ત્રાસના કારણે પત્નીએ પોતાની દીકરી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલો કુદરતી મોત લાગે તે માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમના અંતે સમગ્ર બાબતનો પર્દાફાસ થઈ ગયો છે.મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળીને પતિની ઠંડા કલેજે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમના અંતે સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો હતો આ બનાવમાં. હત્યા કરાઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો . જેને લઈ સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે.

દારૂડિયા અને શંકાશીલ પતિથી કંટાળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે પકડેલી હત્યારી પત્ની ગીતાબેન જાદવ અને દીકરી ભાવના જાદવે ભેગા મળી પતિની હત્યા કરી હતી. હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

ઘટનાની વિગત એવી છે કે મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરે પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો, ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું હતું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે, કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો.પરતું ભત્રીજાને શંકા જતાં અને પોસ્ટમોર્ટ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે.

20 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે, બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે. જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દીકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી, પરંતુ ડરમાંથી બહાર આવા માટે તેને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું હતું.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યા દરમિયાન માતા અને દીકરી પર હત્યાનું ઝનૂનું સવાર થઈ ગયું હતું કે મોટી દીકરી હત્યા કરતા જોઈ ગઈ તો તેને મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પત્ની ગીતબેનને ડર એટલો હાવી થઈ ગયો હતો કે સેકન્ડોમાં પતિ કિશોરનું મોત થઈ ગયું હતું. છતાં પત્નીએ પતિ કિશોરનું એક કલાક સુધી દુપટ્ટો ગળે બાંધી બેસી રહી હતી કે કિશોર જીવી જશે તો તેને ફરી મારશે. ત્યારે હત્યા કેસ લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.