ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (11:54 IST)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને કરોડોનું નુકસાન, વાવાઝોડા બાદ આટલા ભાવે વેચાઇ કેરી

તૌકતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. તૌકતેએ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાના લીધે કેરીના પાકને મોટાભાયે નુકસા થયું છે. વાવાઝોડાના લીધે 100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદથી ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે.
 
કેરીના વેરી બનીને ત્રાટકેલ વાવાઝોડાએ તલાલા પંથકમાં 13827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાના વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ જમીનદોસ્ત ગયા હતા. આશરે કરોડોની કેરીને નુકસાન થયાના તલાલાથી અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, અમરેલી સહિતાના જિલ્લામાં પણ કેરી અને અન્ય પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ કેરી પાક વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયું હોવાથી ખેડૂતોને રોવાઓ વારો આવ્યો છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સુરત જિલ્લામાં 3063 હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાના કારણે ખરી પડેલી 1700 કેરીને વેચવા માટે એમપીએમસી માર્કેટમાં ખેડૂતોની લાઇનો જોવા મળી હતી. હાફૂસ અને કેરીનો ભાવ 1100 થી 1400 રૂપિયા હતો, જે હવે વાવાઝોડા બાદ 200 થી 400 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે. 
 
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલાં જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100થી 1400 રૂપિયા મણ મળતો હતો એ વાવાઝોડા બાદ 200થી 400 રૂપિયા મણ મળતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
ડીડીઓના જણાવ્યા મુજબ  ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા તાલુકામાં ડાંગર અને બાગાયતના પાક મળીને જિલ્લામાં 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.