ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (18:25 IST)

અમદાવાદમાં ડ્રેનેજ કામગીરી દરમિયાન 2 સફાઈ કર્મચારીઓનુ મોત

અમદાવાદના બોપલની DPS સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ગટરલાઈનનું કામ કરતા ત્રણ સફાઇ કર્મચારીઓ ગટરની અંદર પડી ગયા હતાં. જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં 2 સફાઇ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે અને અન્ય 1 વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.
 
બોપલ શીલજ કેનાલ પાસેની ઘટના,  મજૂરોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કામગીરી  
 
શહેરમાં ગટરની સફાઇ કરતા કામદારોના મોતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ આંખ આડા કાન કરી રહેલા તંત્રને ન તો ગરીબ કામદારનો જીવ વહાલો છે ન પરિવારની ચિંતા. આજે વધુ ત્રણ શ્રમિકોના ગટરમાં ડૂબાવાથી મોતને ભેટયા છે. અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામગીરી કરતા 3 કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા જીવ ખોવાનો વારો આવ્યો છે.
 
ચાલુ કામમાં બની ઘટના 
 
અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા જે બાદ ડૂબી જવાથી કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેનો માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું પણ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યા અને ત્રણેયના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે બોપલ-શિલજની આ ગટરલાઈન ચાલુ જ નથી થઈ અને હજુ તો ગટરના કનેકશન પણ કેટલીક સોસાયટીઓમાં આપવાના બાકી છેઆસપાસના લોકોને જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.