બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2023 (17:01 IST)

શહેરામાં વિપક્ષના નેતા પર 20 શખ્સોએ હૂમલો કર્યો, હાથ-પગમાં ફ્રેક્ચર કર્યું

congerss
congerss
શહેરાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી સોલંકી ઉપર નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા 20 જેટલા શખસોએ હુમલો કર્યો. શહેરાની સિવિલ હોસ્પિટલ સામે ચાર જેટલી ગાડીઓએ ઘેરો ઘાલીને ફરસી અને લાકડીઓથી તૂટી પડ્યા હતા. હુમલામાં લોહીથી લથપથ થઈ ગયેલા જે.બી સોલંકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે  પંચમહાલ લોકસભા સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગદર્શન બેઠકમાં હાજરી આપવા માટે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત કોંગ્રેસના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે.બી.સોલંકીની મુલાકાત લીધી હતી.

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી સોલંકીની ગાડીને નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા 20 જેટલા શખસોએ શહેરા-ગોધરા રોડ ઉપર આવેલી ઘનશ્યામ હોટલ ઉપરથી પીછો કરીને શહેરામાં આવેલી સરકારી હોસ્પિટલ સામે ઘેરો કરી લીધો હતો. એક બાદ એક ઘેરો ઘાલીને જે.બી.સોલંકી ઉપર 20 જેટલા શખસો એકધારા લાકડીઓ અને ફરસી વડે તૂટી પડ્યા હતા. સાથે જે.બી.સોલંકીની ગાડીને પણ નુકસાન કર્યું હતું. આમને સામનેની લડાઈમાં જે.બી.સોલંકીએ પણ સામે સામનો કર્યો હતો, પરંતુ આવેશમાં આવેલા 20 જેટલા ઇસમો જે.બી સોલંકી ઉપર ફરસી વડે હુમલો કરતા પગ તોડી નાખ્યો હતો અને હાથ-પગમાં ફ્રેક્ચર કર્યું હતું. લોહીથી લથપથ જે.બી.સોલંકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનામાં ઈજાગ્રસ્ત જે.બી.સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારા ઉપર શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા હુમલો કરાવામાં આવ્યો છે. કારણ કે મેં જેઠા ભરવાડના વિરોધમાં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે જે માટે મારા ઉપર હુમલો કરાયો છે. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે.