1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2023 (15:42 IST)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારો રાજકોટથી ઝડપાયો

modi stadium
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કરણ માળી વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ તેની પાસેથી લેપટોપ સહિતનાં વિવિધ સાધનો જપ્ત કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે. મેચના દિવસે ક્રિકેટર્સની સાથે અમદાવાદમાં દેશ-વિદેશના જાણીતા લોકો પણ મોટી સંખ્યામાં હશે. જેથી દેશની સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ મોડમાં છે. સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા ઇ-મેલની તપાસ નેશનલ એજન્સીની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. જેમાં એજન્સીઓની તપાસ રાજકોટમાં રહેતા અને વીડિયો બ્લોગર તરીકે કામ કરતા એક વ્યક્તિ સુધી પહોંચી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષાના મુદ્દે સ્ટેડિયમમાં જઈને સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી. સુરક્ષાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલેક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.14મી ઓક્ટોબરે અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસ જવાનનો તૈનાત રહેશે.