સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (17:37 IST)

5 રાજ્યોના ચૂંટણી પરિણામ પછી પીએમ મોદીની ગુજરાત મુલાકાત, યોજાશે PMનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. ઍરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, મેયર, કમિટી ચેરમેનોએ કરી હતી. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી 1 લાખની માનવસાંકળ બનાવવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધીની વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે એ માટે નાનામાં નાની વસ્તુઓ અને આયોજન અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 
-PMના કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. PMના રોડ શોને લઈને માહિતી આપતાં સી.આર પાટીલે જણાવ્યું હતું કે PMના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.
 
PMનો 11મી માર્ચનો કાર્યક્રમ
 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
- અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.
- આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે.
- PM મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.
અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.
 
PMનો 12મી માર્ચનો કાર્યક્રમ
 
આ બાદ 12મી માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમ બાદ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.