ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 9 માર્ચ 2022 (17:22 IST)

અમદાવાદમાં પણ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના, પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાની હત્યા કરી

અમદાવાદમાં સુરતના જેવી એક ઘટના ઘટી છે, જેમાં એક પ્રેમીએ એક તરફી પ્રેમમાં પ્રેમિકાની હત્યા કરી નાખી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી ડામરની ચાલીમાં રહેતાં મહિલા પર એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી છે.

 
એસીપી. ડી.એસ. પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે "માધુપુરા ડામરની ચાલીમાં રહેતી બે સંતાનની માતાના એના જ વિસ્તારમાં રહેતો નવીન રાઠોડ નામનો યુવાન પ્રેમમાં હતો."
 
"મહિલાએ એની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા એક તરફી પ્રેમમાં પાગલ નવીને શાકભાજી ખરીદી રહેલાં મહિલા પર ચાકુના ઘા કરતાં એમનું મૃત્યુ થયું છે."
 
ગુજરાતના મીડિયામાં આ હત્યાનાં સીસીટીવી ફૂટેજ પણ દર્શાવાઈ રહ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યારે નાસી છૂટેલા નવીન રાઠોડની શોધ કરી રહી છે.
આ ઘટના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બની હતી. ત્યારે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે પોલીસ સ્ટેશનથી આવી ઘટનાને અંજામ આપવાની આરોપીની હિંમત કેવી રીતે થઈ.
 
તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બનતી આવી ઘટનાને લઈને ફરી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા છે.