ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (16:45 IST)

આમોદના કાંકરિયામાં થયેલા ધર્માંતરણ મામલે વધુ 6 આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં 10 ઝડપાયા

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસમાં તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બેહરિનથી 7 લાખનું ફન્ડિંગ અને વડોદરાના સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટમાંથી 3.41 લાખનું ફન્ડ ધર્માંતરણ તેમજ ઈબાદતગાહની પ્રવૃત્તિ માટે વપરાયું હોવાનો ખુલાસો પણ થયો છે. 
 
પાલેજના રિઝવાન પટેલ, પાટણ સમીના યાકુબ, જંબુસર મસ્જિદનો કર્તાહતા ઐયુબ પટેલ, આછોડના ટ્રસ્ટના 2 હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 આદિવાસીઓના ધર્માંતરણમાં તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીની રાહબરી હેઠળ તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.આ ગુનાની તપાસ દરમિયાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક.4- ગ તથા આઈ.ટી.એક્ટની કલમ 84- સીનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઝડપાયેલા 6 આરોપીઓ દ્વારા એકત્ર કરેલું અંદાજીત ફંડ 14 લાખ પૈકીની 7 લાખ જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન ( વિદેશ ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે. અન્ય રકમ અલગ - અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવી છે. 
 
ધર્માંતરણમાં ઝડપાયેલા 6 આરોપીની ભૂમિકામાં પાટણના યાકુબ ઇબ્રાહિમ શંકર અને પાલેજના રિઝવાન પટેલે અંદાજિત રકમ 14 લાખની માતબર રકમ મેળવવામાં ભાગ ભજવ્યો છે. આમોદના ઠાકોર વસાવાએ આજથી આશરે 18 થી 20 વર્ષ પહેલા સૌ પ્રથમ હિન્દુ નાગરિકમાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. જેણે ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમાં અત્યંત શરૂઆતની મુખ્ય ભુમીકા ભજવી છે.આમોદ યુસુફ પટેલ અને આછોડના સાજીદ પટેલ આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે. તેઓએ વડોદરાના આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ 3.71 લાખ મેળવ્યાં છે.જંબુસરનો ઐયુબ પટેલ જંબુસરની મહમ્મદી મસ્જીદમાં કર્તાહર્તા છે. તેની આ મસ્જીદમાં કાંકરીયા ગામના ધર્માંતરણ પામેલા નાગરીકોને આર્થિક સહાય સહિતની લાલચ આપતો હતો. પોતાની દેખરેખ હેઠળની મસ્જીદમાં જુમ્માની નમાજ પઢવા માટે નાગરીકોને બળજબરીથી બોલાવતો હતો. એટલુ જ નહિ આ મસ્જીદમાં મૌલવીઓ દ્વારા તેમજ તેના દ્વારા હિન્દુ ધર્મમાં નફરત પેદા થાય તેવુ ભાષણ કરી મુસ્લિમ ધર્મનો જબરદસ્તીથી જ્ઞાન આપી મુખ્ય ભુમીકા ભજવતો હતો.