અમદાવાદમાં પોલીસકર્મીઓના 3 દિવસમાં 7500 ટેસ્ટ કરાયા, 51નો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
કોરોના વાઈરસનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓના 3 દિવસથી 7500 કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી કરેલા ટેસ્ટમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.જેમાંથી 51 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ તો કેટલાકને ક્વોરન્ટીન પણ કરવામાં આવ્યા છે.
હજુ પણ આગામી 2-3 દિવસ સુધી આ પ્રકારે પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી ખબર પડશે કે અમદાવાદમાં ફરજ બજાવતા કેટલા પોલીસકર્મીઓને પોઝિટિવ છે. શહેરમાં ફરજ બજાવતા 361 પોલીસ કર્મચારી અને અધિકારીઓ અગાઉ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. તે પૈકી 273 કર્મીઓ કોરોનાને મ્હાત સાજા થયા છે. જ્યારે 88 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 4 પોલીસકર્મીઓના કોરોનાના કારણે મોત થયાં છે.