મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑગસ્ટ 2021 (08:19 IST)

સાવરકુંડલા નજીક સર્જાયો કરૂણ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4ને ઇજા

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક મોડી રાતે 3 વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ સાઇડમાં ઝૂપડામાં ટ્રક ઘૂસી જતાં 9 જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળ તપાસ હાથ ધરી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના બાઢલા ગામ પાસે એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે.  આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.