1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (15:45 IST)

ખોડખાપણ સાથે જન્મેલી બાળકીને માતા-પિતાએ તરછોડી

kids
ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના સરદાર બ્રિજની નીચે એક નવોનકોર થેલો પડ્યો જોઈને એ કામે લાગે એવો હોવાને કારણે મહિલા શાંતાબેન રાઠોડ એ લેવા ગયાં. ત્યારે થેલો ઉઠાવતાંની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો અને એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકી હોવાનું સામે આવ્યું. થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં હતાં. તેમણે તાબડતોબ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇમર્જન્સી વિભાગને જાણ કરી હતી.
 
થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં
ભરૂચના નેશનલ હાઇવે પરના જૂના સરદાર બ્રિજની નીચેથી થેલામાંથી મળી આવેલી માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને તેને રમાડીને શાંત કરી હતી. બાળકીના મોઢાના ભાગે ખોડખાંપણ હોવાને કારણે તેનાં માતા-પિતાએ થેલામાં મૂકીને તરછોડી હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન ભાવુક થઈ ગયાં હતાં.
ડિજિટલ ઈન્ડિયાનો પ્રચાર.