શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત: , મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (10:11 IST)

CCTV - સુરતમાં વેપારીને ટ્રેડમિલ પર ચાલતા આવ્યો હાર્ટ એટેક, CPR આપ્યો છતા ન બચી શક્યો જીવ

heart attack
heart attack image Source_X 
કોરોનાકાળ પછી દેશમાં લોકોની હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાર્ટ અટેક ગમે ત્યારે આવી રહ્યા છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે જ્યા ટ્રેડમીલ પર ચાલી રહેલ એક વેપારીને હાર્ટ એટેક આવતા તેમનુ મોત થયુ.  
 
સુરત શહેરના કાપડના વેપારી જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. જીમમાં હાજર અન્ય લોકો પણ તેમને તત્કાલ CPR આપીને પ્રયાસ કરી રહ્યા હતા, છતાં વેપારીનો જીવ બચાવી શકાયો નહીં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.   

 
રોજના પોતાના નિયમ મુજબ કાપડના વેપારી દ્વારકાદાસ મારુ જીમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક તેમને ગભરામણ થઈ અને તેઓ ટ્રેડમિલથી ઢળી પડ્યા હતા. જીમમાં હાજર કોઈને પણ ખ્યાલ ન હતો કે અચાનક શું થઈ ગયું? દરરોજની જેમ, તેઓ સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા અને તેની બાજુમાં એક વ્યક્તિ પણ તે જ રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને જોઈ જીમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોતની થયું હતું