બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2023 (17:32 IST)

અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં આગ,એક વ્યક્તિનું મોત

gomtipura fire
gomtipura fire

અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. જેમાં આગ એટલી ભયાનક અને ઝડપથી ફેલાઈ હતી કે એક વ્યક્તિનું પણ તેમાં મોત થયું છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જેમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. પરંતુ કલર કરવાનું બોઈલર ફાટી જતાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

આ ઉપરાંત આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કરી રહી છે. તેમજ ફાયરની મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ આસપાસના વિસ્તારોમાં આગ ન પ્રસરે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ગઈકાલે જ અમદાવાદના સરખેજ વિસ્તાEરમાં બરફની ફેક્ટરી પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર સહિત બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.