બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 નવેમ્બર 2018 (12:14 IST)

નવા સચિવાલયમાં દિપડો ઘૂસતાં પ્રવેશબંધી, સીસીટીવી કેમેરાથી શોધખોળ આદરાઈ

આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેની લટારના સીસીટીવી સામે આવ્યા છે. દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે રાજ્યની રાજધાનીમાં જ્યાંથી રાજ્યનો વહિવટ થાય છે ત્યાં દીપડો ઘૂસી જતાં લોકોમાં અચરજ જોવા મળી રહી છે. સુરક્ષા અને લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને જ્યાં સુધી દીપડાનું લોકેશન ન મળે અને તેને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈને સચિવાલયમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વન વિભાગ જાહેર કરાય કે દીપડો નિશ્ચિત લોકેશન પર છે કે તેની મૂવમેન્ટ થઈ છે તેને ધ્યાને રાખીને પછી જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે.ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ઘૂસી ગયો હતો. વનવિભાગની ટીમ નવા સચિવાલય પહોંચીને દીપડાને પાંજરામાં પૂરવા માટે જહેમત ઉઠાવી રહી છે. દીપડો ક્યાં છે તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. દીપડોનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.અધિકારીઓએ આ અંગે ચિંતા દર્શાવતા કહ્યું છે કે, જો સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હોય તો ઘણી જ ચિંતાનો વિષય છે. આ અંગે તપાસ થશે કે તે ક્યાંથી અંદર આવી ગયો.