ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (13:23 IST)

GCCIએ ચાર મહિનામાં બીજીવાર બિઝનેસ વુમન વિંગ કમિટીનું કર્યું વિસર્જન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન વિંગ કમિટીનું ચાર મહિનામાં બીજી વખત વિસર્જન કરી દેવામાં આવ્યું છે. કોઇપણ ધારાધોરણ વગર ચેમ્બરના હોદ્દેદારોના તઘલખી નિર્ણયોને લીધે નેહાબેન ભટ્ટને બે વખત પ્રમુખપદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. બિઝનેસ વુમન વિંગનો મુદ્દો હાઇપાવર કમિટી સુધી પહોંચી ગયો છે. હાઇપાવર કમિટીએ ચેમ્બરના હોદ્દેદારોની ઝાટકણી કાઢી અને ચેમ્બરની ગરિમા જળવાય તેવી રીતે વર્તવાનો આદેશ કર્યો છે. 

એજીએમમાં ઠરાવ કરીને નેહા ભટ્ટને પ્રમુખ બનાવ્યાં હતા. 150 મહિલા મેમ્બરમાંથી સર્વાનુમતે 10 મેમ્બરની કમિટી બની હતી. કમિટી સાથે મહિલા વિંગ કમિટી બની હતી.ઊભા થયેલા સમગ્ર વિવાદ અંગે  જીસીસીઆઇના પૂર્વ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, જે લોકો નેગેટીવ કામ કરે છે તેમને દૂર કરવા જોઇએ. હવે મહિલા વિંગ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. ત્યારે બિઝનેસ વુમન વિંગના કમિટી માટે ત્રીજી વખત પ્રક્રીયા થશે કે કમિટી માટે ચૂંટણી યોજાશે તે જોવાનું રહેશે.