ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (11:28 IST)

વહુના ત્રાસથી સાસુએ ફિનાઈલ પીધુ, સારવાર દરમિયાન મોત નિપજ્યું

અમદાવાદમાં આજે કંઇક ઉલટો જ કિસ્સો બન્યાની માહિતી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વહુ અને સાસુ વચ્ચે ઝઘડો થતા સાસુએ આવું ચોંકાવનારું પગલું ભર્યું છે. સાસુ એ ફિનાઇલ પીને આત્મહત્યા કરી છે. આ અંગેની જાણ થતાં જ સાસુને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું.
કહેવાય છે કે વહુ સાસુને ઘરમાંથી તગેડી મૂકવા માંગતી હતી. તેનો સાસુએ પ્રતિકાર કરતાં બંને વચ્ચે તુ-તુ મેં-મેં થતું. વહુ સતત સાસુને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતી હતી. આ દબાણથી કંટાળીને આખરે સાસુએ આપઘાત કર્યો. આ કેસમાં સાસુની દીકરીએ ફરિયાદ નોંધાવતા પુત્રવધુ વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરાઇ છે. થોડા વર્ષો પહેલા સુરતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા બેંક મેનેજરની પત્નીએ સાસુને એટલો ત્રાસ આપ્યો કે, સાસુએ કંટાળીને અગ્નિસ્નાન કરી લીધું હતું.