ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2023 (14:27 IST)

અમદાવાદમાં મોટી આગની ઘટના,રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

A massive fire broke out in a toy godown
A massive fire broke out in a toy godown
અમદાવાદમાં મોટી આગની ઘટના સામે આવી છે. દિવાળી પહેલાં અમદાવાદના રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમાં ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. તેમજ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

હાલ ચીફ ફાયર ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ આ આગમાં ફાયર વિભાગના ત્રણ જવાનો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલા રમકડાના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. જેમાં આસપાસના ગોડાઉનમાં આગ ન પ્રસરે તેના માટે પણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અત્યાર સુધીમાં 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. વિશાલા બરફની ફેકટરીની પાસે ઘટના બની છે.જુહાપુરાના રમકડાના ગોડાઉનમાં આગ લાગતા બની હતી. એટલું જ નહીં આગ પર કાબૂ લાવતા સમયે ત્રણેક જેટલા ફાયર કર્મચારીઓ દાઝ્યા છે. તેમજ 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ત્રણ ફાયર કર્મચારીઓને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડાયા છે.