શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (23:50 IST)

અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ મેરેથોન યોજાશે, પ્રથમ પાંચ આવનારને આટલા લાખનું ઈનામ

A night marathon
નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા 21 જાન્યુઆરીએ રિવફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર થ્રિલ એડિકટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવશે. મેરેથોનમાં અત્યાર સુધીમાં 75 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મેરેથોનની શરુઆત કરાવવાના છે. હર્ષ સંઘવી મેરેથોનમાં ભાગ પણ લેવાના છે.
 
કુલ 10 લાખના ઇનામ રાખવામાં આવ્યા
આ મેરેથોનમાં 21 અને 10 કિમિ સુઘીની દોડ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો પરિવાર સાથે કે એકલા 5 કિ.મી દોડવા ઇચ્છતા હોય તો તે ફન રનમાં પણ ભાગ લઈ શકે છે. આ મેરેથોનમાં મહિલા અને પુરુષના અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે. કુલ 10 લાખના ઇનામ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રથમ 5 આવનાર લોકોને ઇનામ આપવામાં આવશે. જ્યારે બાકીના લોકોને મેડલ આપવામાં આવશે.
 
મેરેથોન માટે 5 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા
લોકોનો ઉત્સાહ વધારવા 5 સાથે સાથે ફિલ્મી કલાકારો પણ આ મેરાથનમાં હાજર રહેશે. મેરાથોનના દીવસે સાંજે સુભાષ બ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવશે. આ મેરેથોનમાં અલગ અલગ યુનિવર્સિટીએ પણ ટાઈઅપ કર્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. મેરેથોન માટે 5 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં આર્મી,નેવીના બેન્ડ લોકોના મનોરંજન માટે હશે. 
 
રિવરફ્રન્ટનો પશ્ચિમનો પટ્ટો બપોરે 3-30 વાગ્યાથી બંધ
મેરેથોનને લઈને અનેક રુટ પર ડાયવરઝન આપવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમનો પટ્ટો બપોરે 3-30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.આ મેરેથોનનો રુટ પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત આ રીતે નાઈટ મેરેથોન યોજવામાં આવી રહી છે જેમાં હજારો લોકો ભાગ લેવાના છે.
 
 
 
હાફ મેરેથોન ઈનામ ( 21 કિ.મી) 
1 LAKH
75000
50000
25000
15000
 
10 કિમીની મેરેથોન ઈનામ
50000
35000
25000
15000
10000