ગુરુવાર, 20 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 માર્ચ 2021 (09:54 IST)

અમદાવાદમાં ટુ વ્હીલર 60 અને ફોર વ્હીલર માટે 40 કિ.મી.ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ

r two wheelers and 40 kmph for four wheelers in Ahmedabad
અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની સ્પીડે વાહન હંકારવુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે. માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.