ગુજરાતના આ શહેરમાં આજથી સ્વયંભૂ 'લોકડાઉન', નોંધાઇ ચૂક્યા છે 900થી વધુ કેસ

idar
Last Updated: સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (10:22 IST)
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં નાના શહેરો અને નાના ગામડાના લોકો સ્વંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે સાબરકાંઠા ઇડરનું બજાર સાત દિવસ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. ત્યારે ઇડર કોરોના કેસમાં વધારો જોવા મળતાં આજથી એક અઠવાડિયાનું સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં 900થી વધુ કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે જીલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર શેહર એક સપ્તાહ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સ્વંભૂ બંધ રાખ્યું છે.

ઈડરના તમામ એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. જમાં કાપડ, વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ઈડરનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ઇડરમાં આજથી એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જોવા મળશે. આ લોકડાઉનમાં દૂધ-શાકભાજીની દુકાનો સવારે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સ્વયંભૂ લોકડાઉન સોમવારથી શનિવાર દરમિયાન રહેશે.


આ પણ વાંચો :