સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (15:44 IST)

અમદાવાદના યુવકનું કેનેડામાં મોત

અમદાવાદના યુવકનું કેનેડામાં મોત- મૃતક યુવકનું નામ વર્સિલ પટેલ
કેનેડામાં મુળ અમદાવાદમાં 19 વર્ષીય યુવાનનું મોત થયુ છે. હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયેલા યુવાનનું ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેરમાં એક ગંભીર અકસ્માત થતા મોત નિપજ્યું હતું.

આ યુવકનું બોડી ભારત લાવવા માટે જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રો દ્વારા ફંડિગ કરવામાં આવ્યું હતું
 
મુળ અમદાવાદના અને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડામાં ગયેલા વર્સિલ પટેલનું અકસ્માતમાં મોત થયુ છે ત્યારે વર્સિલનું બોડી ભારત લાવવા માટે 30 હજાર જેટલો ખર્ચ થતો હોવાથી વર્સિલના મિત્રો દ્વારા ક્રાઉન ફંડિગ કરવામાં આવી રહ્યું છે જેમાં લગભગ 21 હજાર ડોલર જેટલી રકમ એક્ઠી થઈ ગઈ હતી. મિત્રોએ વર્સિલના એક્સિડેન્ટનો કેસ સોશિયલ મીડિયા પર મુક્યો છે અને લોકોને પૈસા ડોનેટ કરવાની વિનંતી કરી છે.