1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. ACB Traps Ahmedabad Chief Fire Officer

અમદાવાદ ACB ની મોટી કાર્યવાહી: ફાયર એનઓસી મંજૂર કરવાના બદલામાં લાંચ માંગનાર ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ

ACB Traps Ahmedabad Chief Fire Officer
અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વતી લાંચ લેનાર એક ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ટ્રેપ ગોઠવીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને સામે શહેરની બિલ્ડિંગોની ફાયર એનઓસી (Fire NOC) મંજૂર કરવાના બદલામાં ગેરકાયદેસર નાણાં માગવાનો આરોપ છે.
 
કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી ફાયર સેફ્ટી ઓફિસર (FSO) તરીકે વ્યવસાય કરે છે. તેમણે અમદાવાદ શહેરની છ જેટલી બિલ્ડિંગોની ફાયર NOC મંજૂરી મેળવવા માટે ગુજરાત સરકારના અધિકૃત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. આ કામ ઝડપથી અને સરળતાથી પતાવવાના અવેજ પેટે આરોપીઓ દ્વારા લાંચની માગણી કરવામાં આવી હતી.


 
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વતી ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાએ પ્રત્યેક બિલ્ડિંગના રૂપિયા 6,000 લેખે કુલ 6 બિલ્ડિંગો માટે રૂપિયા 36,000ની લાંચની રકમ માગી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેર એસીબી (ACB) પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

 
ફરિયાદના આધારે વડોદરા ACB ની ટીમે વિજય ચાર રસ્તા પાસે આવેલા યશ એક્વા કોમ્પ્લેક્ષ નજીક ટ્રેપ ગોઠવી હતી. જ્યાં આરોપી ભાવસિંહ ઝાલા ફરિયાદી પાસેથી રૂપિયા 36,000 ની લાંચ સ્વીકારતા જ ઝડપાઈ ગયો હતો. ટ્રેપ દરમિયાન ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને ફોન કરતા, તેમણે પણ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હોવાનું સામે આવતા એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગળનો લેખ
NEET પેપર લીક કેસમાં CBIની ચાર્જશીટથી મોટો ખુલાસો, પરીક્ષાના 3 દિવસ પહેલાં વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા સવાલો