શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:19 IST)

જામનગર બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત, 15 લોકો ઘાયલ

જામનગરના જામજોધપુર તાલુકા પાસે આવેલા ગોપ અને સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલાઈ રોડ પર એક બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 વર્ષની એક બાળકીનું મોત થયું છે જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. ઘાયલ થયેલા આ તમામ લોકોને 108 વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.