1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2023 (15:36 IST)

રેસિંગના ચક્કરમાં અકસ્માત: CCTV

car  accident
car accident
અમદાવાદમાં સિંધુભવન રોડ પર દિવાળીના દિવસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.  બે કાર વચ્ચે રેસિંગની લાયમાં અકસ્માત સર્જાયો હતો  મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. આ તરફ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.  અકસ્માત સર્જનાર કારચાલક દારૂના નશામાં હતો. મર્સિડિઝ બેકાબૂ બની 500 મીટર સુધી ઢસડાઈ હતી અને અન્ય કારને ટક્કર મારી હતી. એ અંગે એન-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 
દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર બોપલમાં રહેતો પરિવાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેમની કારની પાછળની સાઈડથી એક મર્સિડીઝ કારે ટક્કર મારી હતી. સાથે જ મર્સિડીઝ કારે અન્ય એક કારને પણ ટક્કર મારી હતી. ભોગ બનારના જણાવ્યા અનુસાર, રાત્રીના 3 વાગ્યાના આસવાર ઓડી, મર્સિડીઝ અને અન્ય એક કાર રેસિંગ કરી રહ્યા હતા. જેમાંની મર્સિડીઝ કારે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે, ભોગ બનારની કારનું પાછળનું ટાયર પણ નિકળી ગયું હતું. સાથે જ મર્સિડીઝ કારનું આગળનું ટાયર પણ ફાટી ગયું હતું.
 
બોપલમાં રહેતા ભાવેશ ચોકસી મોડી રાત્રે સિંધુભવન રોડ પરથી પોતાની હ્યુન્ડાઈ કાર લઈને નીકળ્યા હતા. ત્યારે જ નશાની હાલતમાં પૂરપાટ ઝડપે મર્સિડિઝ કાર હંકારીને આવતા રિશિત પટેલે તેમની કારને ટક્કર મારી હતી. આ મામલે ભાવેશ ચોક્સીએ એન-ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.