તારક મહેતા કા ઉલટા ચશ્માના અભિનેતા સટ્ટામાં પૈસા હારી જતાં બન્યા ચેન ચોરી,

Actor of Tarak Mehta Ka Ulta Chashma
Last Modified સોમવાર, 5 એપ્રિલ 2021 (09:00 IST)
ગુજરાતના સુરતમાં એક ટીવી સિરિયલ એક્ટર અને એક બિલ્ડરને પોલીસે લોકોના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગતાં દબોચી લીધા છે. પૂછપરછમાં જાણવા મળ્યું ચેહ કે સટ્ટામાં નુકસાન થતાં બંને પર લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હતું. પૈસા માટે બંનેએ આ રસ્તો અપનાવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી મીરાઝ કાપડી જાણિતી હિંદી સિરીયલમાં કામ કરી ચૂક્યા છે અને તેમના મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડિંગ કન્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે.

મિરાજ નામનો આરોપી તારક મહેતા કા ઉલટા ચશમા સહિત ઘણી સીરિયલમાં નાના પાત્રો ભજવી ચૂક્યો છે. પોલીસના અનુસાર રાંદેર પોલીસની એક પાસેથી ગુપ્ત માહિતીના આધારે રાંદેર ભેસાણ ચોક પાસે ચારેય તરફથી એરિયા કોર્ડન કરવા આરોપી વૈભવ બાબૂ જાદવ અને મિરાજ વલ્લભદાસ કાપડી (બંને મૂળ નિવાસી જૂનાગઢ) ની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભૈસાણ ચોક પાસે પોલીસ વાહનોની ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ઇચ્છાપોર હાઇવે પર ચેન સ્નેચિંગના સમાચાર મળ્યા હતા. પોલીસે બાઇક સવાર બે યુવકો પર શંકા ગઇ. ત્યારબા બંને યુવકોની બાઇકને ચારેય તરફથી કોર્ડન કરી લીધી હતી. પોલીસે બંનેની તલાશી લેતા6. આ દરમિયાન તેમની પાસેથી 3 સોનાની ચેન, બે મોબાઇલ સહિત 2,54,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને જે બાઇક પર લૂંટ કરતા હતા તે પણ ચોરીની હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં બંનેએ ખુલાસો ખુલાસો કર્યો કે મેચમાં સટ્ટો રમવાથી બંનેને ખૂબ નુકસાન થયું છે. દેવું વધી જતાં બંને લોકોએ ગળાની ચેન તોડવાનું કામ શરૂ કર્યું પોલીસે જણાવ્યું કે બંને આરોપી ગ્રેજ્યુએટ છે.


આ પણ વાંચો :