મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (11:33 IST)

અમદાવાદમાં એચ એલ કોલેજ પાસે નબીરાનો આતંક, કારથી ત્રણ લારીઓ ઉડાડી, એક બાળકી અને યુવક ઈજાગ્રસ્ત

ahmedabad  accident
ahmedabad accident
અમદાવાદમાં ઓવરસ્પિડ અને હીડ એન્ડ રનના અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. આજે શહેરમાં કોર્પોરેશનના ડમ્પર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે શહેરમાં વધુ એક નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને એક બાળકી અને યુવકને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે અકસ્માત ગ્રસ્ત કાર જપ્ત કરીને નબીરા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે ભીડ નહીં હોવાથી ગંભીર દુર્ઘટના થતાં અટકી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની એચ એલ કોલેજ પાસે એક નબીરાએ પુરપાટ ઝડપથી કાર ચલાવીને ખાણીપીણીની લારી લઈને વેપાર ધંધો કરતાં લોકોની ત્રણ લારીઓ ઉડાવી દીધી હતી. તેમજ રસ્તા પર જતી એક બાળકી અને યુવકને પણ અડફેટે લીધા હતાં. બંને જણાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારની કારને ક્રેનથી ટો કરી હતી. હાલમાં કાર ચાલક નબીરા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.