સંબંધિત સમાચાર
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 100 મીટર લાંબા બાહુબલી સ્ટીલ બ્રિજનુ અમદાવાદમાં કામ પુરૂ, જાણો કેટલુ કામ બચ્યુ ?
- Gold Price Fall: એક જ દિવસમાં ચાંદી પછી સોનાનો ભાવ પણ ધડામ, 7000 સુધી ઉતર્યો સોનાનો ભાવ ?
- મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ
- કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન
- Bullet Train: ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેક પર લાગી ગયા થાંભલા, રેલ્વે મંત્રીએ આપ્યું મોટું અપડેટ
અમદાવાદમાં હીટ એંડ રન - એક્ટિવા પર જતા દંપત્તિને કારે મારી ટક્કર, યુવક બ્રિજ પરથી નીચે પટકાતા મોત
ahmedabad Hit and Run
અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર પર શુક્રવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
એલ ટ્રાફિક પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 30 જાન્યુઆરીએ રાતે 11.30 વાગ્યાની આસપાસ કિશન વછેટા પત્ની કોમલ સાથે એક્ટિવા પર ઘરે જતાં. દંપતી બલોલનગરથી ન્યુ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતાં બલોલનગર બ્રિજ પર પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે પાછળથી ટક્કર મારતા કિશન બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના તેમજ શરીરના ઘણા ભાગોમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શનિવારે વહેલી સવારે ફરજ પરના ડોક્ટરે કિશનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં પત્ની કોમલને પણ કમર તેમજ શરીરના ઘણા ભાગોમાં ઈજા થતાં સારવાર હેઠળ છે. એલ ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે બી.એન.એસ. કલમ-281,125(A),125(B),106(1), 324(4) તથા એમ.વી એકટ 177,184,134(બી) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
