રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (09:32 IST)

43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ;26 એપ્રિલથી 5 દિવસ રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર

ગરમ સુકા પવનથી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી જયારે અન્ય 4 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આજકાલમાં અમદાવાદમાં ગરમી 44ને વટાવી શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.9 ડિગ્રી વધીને 43.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 26.1 ડિગ્રી નોંધાયું હતું.

હીટવેવની અસરથી શનિવાર કરતાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. તેમજ 7 એપ્રિલ પછી એટલે કે 15 દિવસ પછી ફરીથી અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીને પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. 25 એપ્રિલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ જા રી કર્યું છે.