ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (13:40 IST)

અમદાવાદમાં આજે કોરોના પોઝિટિવનો એકેય કેસ નહીં, અત્યાર સુધીમાં 83 નોંધાયા

મંગળવારે અમદાવાદમાં 20 પોઝિટેવ કેસ નોંધાયા હતા. જો કે આજે એકપણ કોરોના પોઝિટિવ ન નોંધાતા એએમસી અને જિલ્લા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી અમદાવાદમાં 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 7 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જો કે, શહેરની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ 60 વર્ષીય દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટીન કરાયો છે. દરમિયાન કોટ વિસ્તારના 9 દરવાજા પર ઊભી કરાયેલી ચેકપોસ્ટ પર 10 હજાર જેટલા લોકોની તપાસ કરાઈ હતી.  જેમાં 10થી વધુ લોકોમાં શંકાસ્પદ જણાતા બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. જ્યારે AMC કમિશનર વિજય નહેરા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાઉન્ડમાં નીકળી સ્થિતિની તપાસ કરી હતી.અમદાવાદમાં મંગળવારે વધુ 20 નવા પોઝિટેવ કેસ નોંધાયા છે. જેમાં બોડકદેવમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી એક મહિલા અગાઉ કોરોનાથી મૃત્યુ પામેલા શૈલેષ ધ્રુવાના પત્ની છે. તમામ પોઝિટવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેવા 83 કેસ પૈકી પહેલો કેસ કોઈ શ્રમિકને થયો છે. જશોદાનગરની વસાહતમાં રહેતા અને દારૂની ટેવવાળા 25 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી તેના ઘરે પણ આવ્યો ન હતો. તાવ આવતા કોઈ ઘરે મૂકી ગયા બાદ કોરોના ડિટેકટ થયો હતો. અત્યારસુધી તે કયાં કયાં ફર્યો અને કોને કોને મળ્યો હતો તે અંગે હવે મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો કામે લાગી છે. જુહાપુરામાં ત્રણ દિવસ પહેલા મસ્જિદમાંથી કવોરન્ટીનમાં લઈ ગયેલા પૈકીના પાંચ પોઝિટિવ આવ્યા છે.