1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ahmedabad News

અમદાવાદના રામોલમાં રૂ. 4.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો

gujarat police
અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે રાજીવનગરના ટેકરા પાસે આવેલા એક ખાલી મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ. 4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
પોલીસે સ્થળ પરથી સતીષ ચુનારા નામના 29 વર્ષીય શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગેરકાયદેસર દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ સામે આવ્યા છે.
પોલીસ તપાસમાં મુબારક પઠાણ, સૌરભ રાજપુત અને બંટી પાંડેની સંડોવણી સામે આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ રામોલ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને બુટલેગિંગ જેવી પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રામોલ પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
 
 
આગળનો લેખ
હિમાચલમાં ચોમાસાએ તબાહી મચાવી, ૧૪૯ રસ્તા બંધ, અત્યાર સુધીમાં ૨૨૪ લોકોના મોત, રાજ્યને ૧,૧૨૧ કરોડ રૂપિયાનું નુકસાન