અમદાવાદ વિમાન દુર્ઘટના - અમેજોનમાં કરતા હતા કામ, પિતાને કહ્યુ હતુ કે લંડન લઈ જઈશ... હર્ષિત પટેલની રડાવી દેનારી સ્ટોરી
ભાઈએ કહ્યુ હતુ પપ્પાનો પાસપોર્ટ બનાવી લો. આ વખતે આવીશ તો તમને લંડન લઈ જઈશ. પાસપોર્ટ બની ગયો હતો પણ હવે અમે બધા તેની ડેડ બોડીની રાહ જોઈ રહ્યા છે. આ કહેવુ હતુ અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હર્ષિત પટેલની બહેન જ્યોતિ પટેલનુ. પિતા અનિલ પટેલ બેહોશ છે. અનેક પત્રકારોના સવાલોના જવાબ આપી આપીને તૂટી ચુક્યા છે. તેમના સંબંધીઓ મીડિયાવાળાને રોકી રહ્યા છે. પ્લીઝ હવે વધુ સવાલ ન કરો. કેટલાક લોકો તેમના નિવેદનનોને કેમરામા કેદ કરવાની કોશિશમાં છે. પણ જેમણે જવાન પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા હોય તેઓ શુ અને ક્યા સુધી બોલશે.
હર્ષિત પટેલ પોતાની પત્ની પૂજા સાથે લંડન પરત જઈ રહ્યા હતા. પૂજા મહારાષ્ટ્રમાં નાગપુરની રહેનારી છે. બે વર્ષ પહેલા માસ્ટર ડિગ્રી માટે લંડન ગઈ હતી. લંડનમાં તેની જોબ લાગી ગઈ અને ઓફર લેટર પણ મળી ગયો હતો પણ તેણે જોબ જોઈન કરી નહોતી. કારણ કે ત્રણ મહિનાની પ્રેગનેંસી પછી મિસ કેરિજ થવાને કારણે તે પતિ સાથે અમદાવાદ ટ્રીટમેંટ માટે આવી હતી, જેથી અહી પરિવાર સાથે થોડો સમય વિતાવી શકે. માનસિક રૂપે તે સારુ ફીલ કરી શકે.
અમેજોનમાં કામ કરતા હતા હર્ષિત પટેલ
હર્ષિત અમેજોનમાં કામ કરતા હતા. જે દિવસે વિમાન ક્રેશ થયુ એ દિવસે સાંજે પૂજાના પિતા અશોક માતે નો ડીએનએ આપવામાં આવ્યો. હર્ષિતના ડેડ બોડીની ઓળખ માટે પિતા અનિલ પટેલે ડીએનએ આપ્યો. પણ ચોથા દિવસે પણ તેમની ડેડ બોડી મળી નહોતી. અનિલ પટેલના મિત્ર રાજેશ વાઘેલા બતાવે છે કે મારી પાસે શબ્દ નથી. અનિલનો હુ સૌથી ખાસ મિત્ર છુ. એ દિવસે જેવી જ દુઘટના થઈ તો અનિલે સૌથી પહેલા મને કોલ કર્યો. પરિવાર વિખેરાઈ ગયો છે. અનિલનો સહારો તેનો પુત્ર હતો. 9 વર્ષ પ હેલા કેંસરને કારણે અનિલના પત્નીનુ મોત થઈ ગયુ હતુ. પરિવારમાં હવે તેમની પુત્રી જ્યોતિ જ છે. જે પરણેલી છે અને સાસરિયામાં રહે છે.
જ્યારે દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે હુ સ્કુલમાં હતી
જ્યોતિ કહે છે કે હું સ્કૂલમાં હતી ત્યારે મને મારા પિતાનો ફોન આવ્યો કે ભાઈ જે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો તે ક્રેશ થઈ ગયું છે. મારા પિતા પાસેથી આ બધું સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. હું કહી રહી હતી કે, આ ન થઈ શકે. આ કેવી રીતે થઈ શકે? જ્યોતિનું ગળું દુઃખ અને આંસુથી રૂંધાઈ જાય છે. પછી થોડી વાર પછી તે કહે છે, ભાઈ 2 તારીખે 10 દિવસ પહેલા જ આવ્યો હતો. તે 12 તારીખે લંડન જઈ રહ્યો હતો. તે બે વર્ષથી લંડનમાં જ હતો. તેણે અમદાવાદમાં જ IT ડિપ્લોમા કર્યુ હતુ. તે 4-6 મહિનામાં પિતાને લંડન લઈ જવાનો હતો. હવે ભાઈ અમને એકલા છોડી ગયો છે.