શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 20 નવેમ્બર 2018 (17:19 IST)

પાસના આગેવાન અલ્પેશ કથિરિયાને આખરે રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા

પાટીદાર આંદોલન દરમિયાન રાજ્દ્રોહના કેસમાં જેલમાં ધકેલાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાને આખરે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન માટે થયેલી સભા અને એ પછી થયેલા રમખાણો વખતે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો પર રાજદ્રોહનો કેસ થયો હતો.
હાર્દિક સહિતના આગેવાનોને તબક્કાવાર જામીન મળ્યા હતા પણ અલ્પેશ કથિરિયાનો જામીન પર છુટકારો થયો નહોતો.અલ્પેશને સુરતની લાજપોલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન આજે હાઈકોર્ટે જામીન આપ્યા બાદ પાસના કન્વીનર ચિરાગ પટેલે કહ્યુ હતુ કે અલ્પેશ તરફથી દલીલ કરાઈ હતી કે અમે દેશ વિરોધી કૃત્ય કર્યુ નથી.જામીન માટે કોર્ટનો આભાર, પાટીદાર સમાજના હિતમાં શાંતિપૂર્ણ રીતે અમારી લડત ચાલુ રહેશે.