સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (15:33 IST)

રાજદ્રોહ મામલે હાર્દિક પટેલ દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ

રાજદ્રોહના કેસમાં આજે ચાર્જફ્રેમની કાર્યવાહી પૂરી કરી હતી. જેમાં ત્રણેય પાટીદાર નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. ત્રણેયને કોર્ટમાં જજ દ્વારા આગળ બોલાવવામાં આવ્યા હતા. એક લાઈનમાં ઉભા રહેલા ત્રણેયને ચાર્જ ફ્રેમની પ્રક્રિયાની જાણ કરવામાં આવી હતી. અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસાના ગુનાઓની જાણ કરવામાં આવી હતી. જજે પોલીસ દ્વારા નોંધવામાં આવેલા ગુનાઓની વાંચીને જાણ કરાઈ હતી.ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં ત્રણેયને જજે પૂછ્યું હતું કે, શું તમને ગુનો કબૂલ છે ? ત્યારે ત્રણેય દ્વારા ગુનો ન કબૂલ હોવાની રજૂઆત કરાઈ હતી. ત્રણેય દ્વારા એક સાથે ના પાડવામાં આવી હતી. 
તમામ પર ભડકાઉ ભાષણ આપવાનો આક્ષેપ તહોમતનામામાં કરાયો હતો. જોકે, ત્રણેય આ આરોપ સ્વીકારવાની ના પાડી હતી. ત્યાર બાદ જજે ત્રણેયને તહોમતનામા પર સહી કરવા જણાવ્યું હતું. જેમાં ત્રણેયે ઈન્કાર કરતા કોર્ટે ટકોર કરી હતી. બાદમાં ત્રણેયે સહી કરી હતી. તહોમતનામામાં ત્રણેય પર હાલની સરકારને ઉથલાવવાનું ષડયંત્રનો આરોપ લગાવાયો છે. 18 પાનાંની ચાર્જશીટમાં જીએમડીસીમાં કાર્યક્રમ બાદ થયેલા રમખાણો અને તોફાનોનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 
દિનેશ બાંભણીયાએ કોર્ટમાં નિવેદન આપ્યું કે, પાસ નામની કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી. બીજી તરફ, દિનેશના ધરપકડ વોરંટને રદ્દ કરાવવા માટેની અરજી કરાઈ હતી, જે કોર્ટે અસ્વીકાર કરી છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, કારણો વગર આરોપીઓ કોર્ટમાં ગેરહાજર રહે છે. તેથી નવી કન્ડિશન દાખલ કરવા વિનંતી કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાજર રહેવાની દિનેશના વકીલે ખાતરી આપી હતી.