ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (18:20 IST)

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુ ઓનલાઈન દર્શન કરી શકશે

કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે ગયા વર્ષે પણ કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. જો કે શ્રદ્ધાલુ 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટના રોજ ગુફામં લઈ જવાશે. 
 
આ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપરજયપાલ મનોજ સિન્હાએ શુક્રવારે કહ્યુ કે સરકાર જલ્દી જ વાર્ષિક અમરનાથ તીર્થયાત્રા આયોજીત કરવા પર નિણય લેશે. પણ સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ કે લોકોનો જીવ બચાવવો તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 
 
હિમાલયની ઊંચાઈવાળા ભાગમાં  3,,880૦ મીટરની ઉંચાઈ પર આવેલ ભગવાન શિવના ગુફા મંદિર માટે  દિવસની યાત્રા 28 જૂનથી પહેલગામ અને બાલતાલ માર્ગોથી શરૂ થવાની છે અને 22 ઓગસ્ટે સમાપ્ત થવાની છે. 
 
આ વર્ષે અમરનાથ યાત્રા રહેશે કે કેમ તે અંગેના સવાલ પર સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'હુ પહેલાથી જ કહ્યું છે કે જીવન બચાવવું વધુ મહત્ત્વનું છે. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને, અમે આવતીલ સુધીમાં કોઈ નિર્ણય લઈશું,
 
ઉલ્લેખનીય  છે કે, વર્ષ 2020માં કોવિડને કારણે યાત્રાને રદ કરવામાં આવી હતી. આ અગાઉ સિંહાએ વિકાસના પગલા ઉપરાંત જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિનો હિસ્સો લેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના ઉચ્ચ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા