મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (20:19 IST)

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ બાદ જોવા મળ્યો ભક્તિમય માહોલ, અનેક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો

કોરોના મહામારીને લઇ તમામ ધાર્મિક સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી સતત મંદિરો બંધ રહ્યાં હતા. જેથી ભક્તો દર્શન માટે જઈ શકતા નહોતા જોકે હવે કોરોના સંક્રમણ ઘટતા દેવસ્થાનો ફરી ધમધમતા થયા છે. અંબાજી મંદિરમાં દોઢ વર્ષ બાદ જોવા મળ્યો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. જેમાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે.અંબાજી મંદિર હવે ફરી યાત્રાળુઓથી ઉભરાઇ રહ્યું છે. બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે શક્તિ પીઠ અંબાજી ગુંજી ઉઠ્યું છે.

અંબાજી મંદિર ખુલ્યા બાદ ની આજે જેઠસુદ પુર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. અંબાજી મંદિરે નિયમીત પુનમ ભરતા ભક્તો અનેક પુનમ ચુક્યા હતા. માની મમતા ખોળવાઇ હતીને હવે ફરી મળી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આજે ફરી પુનમે મંદિરમાં દર્શન મળતા ખુશીની લાગણી શક્તિ પીઠ ખાતે સર્જાઈ રહી છે. હવે કોરોના કાયમી જાય તેવી પ્રાર્થના ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ મોટી સંખ્યામાં ભક્તો માં અંબેના દર્શન માટે આવે તેવું દેખાઈ રહ્યું છે.