1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (15:07 IST)

નવરાત્રીમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી

rain
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે.  જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
 
 અંબાલાલ પટેલે આગાહી  કરતા જણાવ્યુ કે, ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે  20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 18, 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. 
 
અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.