1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (13:42 IST)

અમદાવાદમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માથાકૂટ થતાં વૃદ્ધ માલધારીનું હાર્ટએટેક આવતાં મોત

An old freighter died of a heart attack
An old freighter died of a heart attack after clashing with a cattle team in Ahmedabad
અમદાવાદમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માલધારી સમાજના એક વૃદ્ધ વ્યક્તિને માથાકૂટ બાદ હાર્ટ એટેક આવતાં મોત થયું છે. મૃતક વૃદ્ધનો મૃતદેહ લઈને તેમનો પરિવાર AMCની પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચ્યો હતો તેમની સાથે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં.માલધારી સમાજના આગેવાનોએ જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.

રખડતા ઢોરની કાર્યવાહીને લઈને ઢોર અંકુશ ટીમ દ્વારા માલધારી સોસાયટી નવા વાડજમાં જઈ ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઘર્ષણ દરમિયાન 65 વર્ષના વૃદ્ધ ઝામા ભાઈ રબારીનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. AMCની પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચેલા માલધારીઓએ ન્યાય નહી મળે ત્યાં સુધી સ્થળ નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તે ઉપરાંત ઢોર પાર્ટીમાં સામેલ જવાબદાર અધિકારીઓ પર પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરાઈ છે.

આજે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ મુદ્દે AMCએ પ્રેસનોટ જાહેર કરીને હાથ અધ્ધર કરી દીધાં છે. માલધારી સોસાયટી, વાડજ વિસ્તારમાં રસ્તા, ફુટપાથ, અવર જવરની કોમન જગ્યામાં ખીલા, ખૂંટા, દોરડા બાંધીને પશુઓ રાખીને ન્યુસન્સ, ગંદકી, ટ્રાફિક અડચણ, નાગરિકોની અવર જવરમાં મુશકેલી ઉભી કર્તા પશુઓ પકડવાની કામગીરીઓ કરાયેલ છે. આ વિસ્તારમાં એક વડીલનું હાર્ટ એકેટના કારણે અવસાન થયાનો દુઃખદ બનાવ બનેલ છે.જેને રખડતા પશુ પકડવાની કામગીરી સાથે લાગતી વળગતી બાબત નથી