શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 એપ્રિલ 2019 (12:19 IST)

3 કરોડમાં બંગલો ખરીદી અને અમિત શાહના પડોશી બનો -

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એસ. જી. હાઈવે નજીક થલતેજ માં રોયલ ક્રી સેન્ટ નામના બંગલામાં રહે છે. તેઓનો બંગલો 7696 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો છે. જેમાં બાંધકામનો વિસ્તાર 6822 ચોરસ ફૂટ છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરનારા અમિત શાહે ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટમાં આ તમામ વિગતો દર્શાવી છે. જેમાં પતિ પત્નીના નામે આ સંયુક્ત મિલકત છે.
દસ્તાવેજ પણ બંનેના નામનો છે. 14 જુલાઈ 2011ના રોજ બગલો ખરીદવામાં આવ્યો હતો. એ સમયે બંગલાની કિંમત બે કરોડ 44 લાખ અને 78250 હતી. એફિડેવિટમાં દંપતીના નામે અડધી અડધી સંપત્તિ બોલે છે, જ્યારે વર્તમાન બજાર કિંમત 3 કરોડ અને ચાર લાખની દર્શાવવામાં આવી છે. આ સંદર્ભમાં જાણકારો કહે છે કે થલતેજ વિસ્તાર અને એસ.જી.હાઈવે પર જમીનનો ભાવ આસમાને છે.
એકવાર જમીનના અહીં એક લાખથી લઈ દોઢથી બે લાખ સુધીના ભાવ બોલાય છે, જ્યારે અમિત શાહના બંગલાની કિંમતની ગણતરી કરવામાં આવે તો પણ તેમના બંગલાની કિંમત ઓછામાં ઓછી 9થી 10 કરોડ રૂપિયા થઈ શકે છે. અમદાવાદની જુદી-જુદી ક્લબમાં પણ સભ્યો અમિત શાહના બંગલાની કિંમતની ચર્ચા કરી રહ્યા છે. અમિત શાહના બંગલાની કિંમત જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટો કરી મજાક ઉડાવી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારના મેસેજ વાઇરલ થયા છે. જેમાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આપણે પણ હવે અમિત શાહના પાડોશી બની શકીશું કારણ કે વૈભવી બંગલોની કિંમત ઘટી ગઈ છે.
રોયલ CRI સેન્ટમાં લગભગ 40 જેટલા બંગલા છે અને અહીં સામાન્ય અને મધ્યમ વર્ગનો માણસ રહી શકતો નથી, પરંતુ નાણાકીય રીતે સાધન સંપન્ન હોય અને મોટી આવક હોય તેવા લોકો જ આ બંગલોમાં રહી શકે છે. અમિત શાહના પાડોશી કુશાલ ટ્રેડલિન્કના માલિક સંદીપ અગ્રવાલ છે. તાજેતરમાં જ તેઓને મની લોન્ડરિંગના કેસમાં જેલમાં નાખ્યા છે. પોતાના શેરમા તેઓએ ખૂબ જ મોટો સટ્ટો કરાવ્યો હતો. તેઓનો બંગલો પણ અમિત શાહની નજીક આવેલો છે.
સોશિયલ મીડિયા પર લોકો મજાક કરી રહ્યા છે કે અમિત શાહે બંગલો ખરીદી બાદ આમ તો રિયલ એસ્ટેટમાં તેજી જ આવી હતી. તેમજ તમામ વિસ્તારોમાં જમીન-મકાનના ભાવમાં ધરખમ વધારો થયો છે, પરંતુ અમિત શાહ જ્યાં રહે છે. તે બંગલાઓની કિંમતમાં જ ભારે ઘટાડો થયો છે. આથી હવે જો ચાર કરોડ રૂપિયામાં બગલો મળતો હોય તો અમિત શાહના પાડોશી બનવામાં વાંધો નથી.