શનિવાર, 4 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 26 જૂન 2022 (15:26 IST)

અમિત શાહે જંગલ સફારીની સફર માણી:SOU ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ની અને પૌત્રી સાથે જંગલ સફારીની મુલાકાત લીધી

amit shah
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે SOU(સ્ટેસ્યુ ઓફ યુનિટી)ખાતે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી. તેમની પત્ની તેમજ પૌત્ર પણ સાથે રહ્યા હતા. કેવડિયા SOU ઉપર સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત બંધ કરવામાં આવે છે. 
 
અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ 'કેમ છો ભાઈ, કાકા, દાદા કહી' લોકોનું અભિવાદન કર્યું હતું. અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી