શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (17:40 IST)

અમૂલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયા વધાર્યા, મંગળવાર સવારથી અમલી થશે

અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો મંગળવારે સવારથી અમલમાં આવી જશે. એટલે કે તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરે 2 રુપિયા વધારે ચુકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને અસર થશે. અમૂલે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલમાં 2 રુપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે. આમ હવે ગોલ્ડની 500 મિલીલીટર થેલીના 26ના બદલે 27 રુપિયા આપવા પડશે. અમૂલના મતે નવો ભાવ વધારો બે વર્ષ અને બે મહિના પછી કરાયો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કર્યો છે. જેમાં ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રુપિયાનો વધારો કર્યો  છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 4.60 રુપિયાનો વધારો કર્યો છે.