ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જુલાઈ 2020 (09:16 IST)

રાજકોટમાં 4.5 અને કરીમગંજમાં 4.1 તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવાયા

મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી હતી.
રાજકોટમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
 
મળતી માહિતી મુજબ રાજકોટમાં સવારે 7.39 કલાકે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આ આંચકાને કારણે લોકો ઘરની બહાડ દોડી ગયા હતા. રાજકોટવાસીઓમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ઉપરાંત ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
 
 
સુરેન્દ્રનગરના સાયલા, ચોટલી, અમરેલી, કાલાવડ, લોધિકા, ગોંડલ, કોટડાસાંગણી વગેરે જગ્યાએ આંચકા અનુભવાયા છે. જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે.