ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:18 IST)

રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં નવા મેયરની જાહેરાત

અમદાવાદ અને વડોદરામાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ હવે રાજકોટ અને સુરતમાં પણ નવા પદાધિકારીઓ નિયુક્તિ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે.  રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા. 
 
રાજકોટ મનપાના મેયર માટે 5 ઉમેદવારોના નામ ચર્ચામાં છે. જેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાનું નામ સૌથી આગળ ચાલી રહ્યં છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત ચુડાસમા, બાબુભાઇ મેર, લક્ષ્મણ રાઠોડ અને ભારતી બેન મકવાણાનું નામ ચર્ચામાં છે
 
અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે