ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 એપ્રિલ 2021 (12:21 IST)

રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ મંજૂર

રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને 12 એપ્રિલથી મંજૂરી આપી દેવાઈ છે.
 
તેમણે કહ્યું હતું, ”ઉત્પાદન ક્ષમતા હવે પ્રતિ માસ ≥90 લાખ વાયલ્સ સુધી વધી ગઈ છે, અગાઉ તે 40 લાખ વાયલ્સ/મહિના હતી. ટૂંક સમયમાં જ 3 લાખ વાયલ્સ /દિવસનું ઉત્પાદન કરવામાં આવશે. દૈનિક રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે રેમડેસિવીરની સપ્લાઈ કરવામાં કોઈ કસર નહીં છોડીએ.”