શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (12:37 IST)

અરવલ્લી જિલ્લામાં ૪૦ દિવસમાં ૧૧થી વધુ લાશો મળી

અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએથી આઠ લટકતી લાશો મળી છે. જ્યારે બે કિસ્સામાં તળાવમાંથી લાશ મળી છે જેમાં મોટા ભાગે યુવાન વયના જ વ્યક્તિઓ છે. ત્યારે ખૂબ જ ચિંતનનો વિષય થયો છે કે ભર યુવાનીમાં આવા નિર્ણયો લેવા પાછળ કયાં કારણો કામ કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ વધતાં બનાવોને લઈને લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગત શુક્રવારના રોજ બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં મૃતદેહ હોવાનું માલુમ પડતાં ગ્રામજનોએ યુવતીના મૃતદેહ બાબતે બાયડ પોલીસને જાણ કરી હતી આ ઘટનાના થોડાક કલાકોના ટૂંકા ગાળામાં મોડાસા-શામળાજી હાઈવે પર મોટી ઈસરોલ ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી યુવકની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા યુવકની હત્યા કરી લાશને ફેંકી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.