૨૫ ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે

Last Modified મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (17:53 IST)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય આપ પાર્ટી ભવ્ય વિજય મેળવતા સુરત આવશે 25 ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેર સભા સંબોધશે પ્રજા બતાવેલા વિશ્વાસ આભાર માનવા માટે સુરત આવશે.સરથાણા કાપોદ્રા કતારગામ વરાછા વિસ્તારોમાં રોડ શૉ કરશે.
સુરત કોર્પોરેશન માં વિરોધ પક્ષ તરીકે પોતાની પાર્ટી બેસે ત્યારે લોકોએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે સુરત આવી રહ્યા છે સુરતમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળતા અપાવવા માટે લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરશે.

જે તે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને ધારવા કરતાં પણ વધુ હતો લોકોએ આપ્યા છે તમામ વિસ્તારોમાં roadshow કરશે અને જાહેર સભા પર સંતોષ છે અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત ના વિકાસ માં આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધવા માંગે છે તે અંગે પણ તેઓ પોતાની વાત મૂકી શકે છે.
કેજરીવાલ ની સીધી નજર ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઉપર દેખાઈ રહી છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની માફક જ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી ધમાકેદાર એન્ટ્રી મેળવે એ પ્રકારની તેઓ રણનીતિ ઘડી રહ્યા છે ખુબ ઓછા સમયમાં તેમણે સુરત જે પ્રકારે ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો અને વોટ શેરિંગ માં કોંગ્રેસ કરતા ખૂબ આગળ વધી છે.

પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહે છે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સમાન બની રહેશે જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતા નો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી ની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખુબ જ પડકારજનક બની રહેશે.
આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો સુરત શહેરના વિકાસમાં કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે તે અંગે પણ તેઓ ચર્ચા કરશે પ્રામાણિકતાથી નિષ્પક્ષ રહી માત્ર પ્રજાની સુખાકારી માટે પ્રમાણિક અભિગમ શું હોઈ શકે તેના પણ પાઠ તેવો પોતાના ઉમેદવારોને ભણાવશે ૨૫ ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલની સુરત મુલાકાતની વાત સામે આવતાની સાથે જ સમગ્ર સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીમાં વધુ ઉત્સાહનો સંચાર થયો છે.


આ પણ વાંચો :