બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (16:08 IST)

Loksabha Election 2024 - અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની પત્ની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

sunita and kalpana
sunita and kalpana

લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગૂંજશે તેવા એંધાણ સર્જાયા છે.

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની 26 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અરવિંદ કેજરીવાલના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલ અને સોરેનના ધર્મ પત્ની કલ્પના સોરેન પ્રચાર માટે આવશે. ‘INDIA’ ગઠબંધનની બેઠકો પર બંનેને પ્રચાર કરાવાશે તે પ્રકારની રણનીતિ હાલ ઘડાઈ રહી છે. ઈસુદાન ગઢવીએ આ માહિતી ભાવનગરમાં AAP ઉમેદવારના કાર્યાલયના ઉદઘાટન દરમ્યાન આપી હતી.ED દ્વારા એક પછી એક બે અલગ રાજ્યના મુખ્યમંત્રી પર તવાઇ બોલાવવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની અલગ અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે ‘INDIA’ ગઠબંધન હેઠળ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દા પર તેમની પત્નીઓ દ્વારા ગુજરાતમાં વાત કરવામાં આવશે.ચૂંટણી પ્રચારમાં આ બંને નેતાઓની ધરપકડનો મુદ્દો ગુંજી શકે છે.ઇસુદાન ગઢવીએ આ માહિતી જે કાર્યક્રમમાં આપી હતી તે કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહે કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.