શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (13:26 IST)

ભચાઉથી 14 કિમી દૂર નેર નજીક 2.9ની તિવ્રતાનો આફ્ટરશોક નોંધાયો

earthquake
- કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ 
- ગુરુવારની મધ્યરાતના 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો
- વારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી 

ભૂકંપના પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે. ગત ગુરુવારની મધ્યરાતના 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, જે બાદ આજે સવારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું છે.

લગાતાર આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. કચ્છમાં સતત ભૂકંપના આચકાઓ આવે છે, ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન ઉપર આંચકાઓની સંખ્યા વિશેષ નોંધાતી રહે છે. જોકે, સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી જાનમાલને કોઈ નુકસાન પહોંચતું નથી.તાલુકા મથક ભચાઉથી ઉત્તર પશ્વિમ દિશાએ આવેલા રણ કાંઠા આસપાસ જિલ્લાની સમાંતર ભૂકંપના આંચકાઓ વિષેશ રૂપે આવતા રહે છે. આજે સવારે 9.12 મિનિટે નેર ગામ નજીક વધુ એક 2.9ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો છે. જે વાગડ ફોલ્ટલાઈનમાં ભૂગર્ભિય ગતિવતીને સાબિત કરે છે, જોકે, સામાન્ય આંચકાઓ મોટા આંચકોને નિવારતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પણ ધરા ધ્રુજી હતી, તો આ પૂર્વે ગત 17ના ખાવડા નજીક 3.3 અને તા.5ના દુધઈથી 26 કિલોમીટર દૂર રણ સરહદે 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટત શોક નોંધાયો હતો.