શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (21:02 IST)

અમદાવાદના સી.એન વિદ્યાલય કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષા આપી

one student appeared for the Mathematics exam
રાજ્યમાં હાલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 16 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરંતુ આજે અમદાવાદના એક પરીક્ષા કેન્દ્રમાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા માટે એક જ વિદ્યાર્થી નોંધાયો હતો. જેના માટે આખું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. એટલે કે એક વિદ્યાર્થી પાછળ પાંચથી સાત કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં આજે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. જે માટે રાજ્યમાં સ્ટાન્ડર્ડ ગણિતના માત્ર 81,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 8 લાખ પૈકી ફક્ત 81,481 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓએ અઘરું ગણિત ભણવું છે કે સહેલું એમ બેઝિક અને સ્ટાન્ડર્ડ એવો વિકલ્પ આપવામાં આવે છે.ગત વર્ષ કરતા આ વર્ષે બેઝિક ગણિતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. જોકે, આ બધા વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે, આંબાવાડી વિસ્તારમાં આવેલી સી.એન. વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રમાં વેદાંત પટેલ નામના એક જ વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી પોતે દિવ્યાંગ છે. જો કે, રાઇટર વલગર આ વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી હતી.અપંગ માનવ મંડળના 21 વિદ્યાર્થીઓ માટે સી.એન વિદ્યાલયનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. જો કે, સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરનાર દિવ્યાંગ એક જ વિદ્યાર્થી હતો જેથી આખા સેન્ટરમાં એક જ વિદ્યાર્થી પાછળ સ્થળ સંચાલક, પરીક્ષા સુપરવાઇઝર સહિત પાંચથી સાત કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.