ભાવનગરથી સુરત આવી રહેલી પ્રાઇવેટ બસમાં ધોળે-દહાડે 2.50 કરોડના હીરાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ
ભરૂચ હાઇવે પર માંડવા ટોલનાકા પાસે ભાવનગરથી સુરત લક્સરી બસમાં આવી રહેલા આંગડીયા પેઢીના 4 કર્મચારીઓ પાસે અઢી કરોડના હીરાની લૂંટનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. લૂંટારાઓએ ઘટનાને અંજામ આપવા માટે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, જેમાં એક મુસાફરને ઇજા પહોંચી હતી, પરંતુ ગોળી ચલાવ્યા બાદ અચાનક મચેલી અફરાતરફરીથી લૂંટારાઓનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો અને લૂંટારા ભાગી ગયા હતા.
ગોપાલ ટ્રાવેલ્સની લક્સરી બસમાં આગડીયા પેઢીના કર્મચારી હંમેશાની માફક મુસાફરી કરી રહ્યા હતા. તેમને લૂંટવા મુસાફરોના વેશમાં 3 લૂંટારા બસમાં સવાર થઇ ગયા હતા. ભરૂચ હાઇવે પર મુલદ પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની એક અર્ટિંગા કાર બસ સામે આવીને ઉભી રહી ગઇ. બસ ચાલકે બસ રોકી, તો લૂંટારાઓએ હથિયાર નિકાળી હીરાની લૂંટનો પ્રયત્ન કર્યો. લૂંટારાઓએ ચાલક અને ક્લીનર પર હુમલો પણ કર્યો.
આ દરમિયાન સ્થિતિ બગડતાં એક લૂંટારાએ ફાયરિંગ કર્યું, જેમાં અનિલ ડાંગર નામનો મુસાફર ઘાયલ થયો હતો. આ દરમિયાન મુસાફરો દ્વારા હોબાળો કરતાં લૂંટારા કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ ક્રાઇમ બ્રાંચ અને અંકલેશ્વર ડિવિઝન પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી લૂંટારાની ધરપકડ માટે ટોલનાકા અને હાઇવેના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.
બસમાં સીટ ઉપલબ્ધ ન થતાં અંતિમ ક્ષણમાં બસમાં બુકિંગ માટે પહોંચી લૂંટારાઓએ બસ ચાલક દ્વારા કેબિનમાં જગ્યા કરાવવામાં આવી હતી. ભાવનગરથી લૂંટારા લૂંટના ઇરાદે બસમાં સવાર થયા હતા.
બસમાં સવાર એક લૂંટારાએ પોતાને વાલિયા ચોકડી પાસે ઉતરવાની વાત કહી હતી. જેવી બસ સાઇડમાં લીધી ત્યારે અંદર 3 લુંટારા એક્ટિવ થઇને હથિયાર નિકાળી લીધા. આ દરમિયાન એક કાર ઘટનાસ્થળે આવીને ઉભી રહી. જોકે મુસાફરો અને ક્લીનરે તેનો વિરોધ વ્યક્ત કર્ય તો લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ ચારેય કારમાં સુરત તરફ રવાના થઇ ગયા. લૂંટારા બસની ચાબીને નિકાળીને સાથે લઇ ગયા હતા. ભાવનગરથી સુરત આવી રહેલા અલગ-અલગ પેઢીના 4 આંગડીયા કર્મચારીઓ પાસે અઢી કરોડના ગેરકાનૂની હિરા હતા કે કાનૂની તેની તપાસ ચાલી રહી છે.