શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:30 IST)

મેડિકલ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીને પૂછ્યૂં - મારા જેવી બોડીવાળો ચાલે કે નહીં?

બરોડા મેડિકલ કોલેજના પ્રોફેસર એસ.કે. નાગર પર એક વિદ્યાર્થિનીએ આક્ષેપ લગાવ્યો છે કે વાઇવા દરમિયાન તેણીને સુરુચી ભંગ થાય તેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. ફરિયાદી વિદ્યાર્થિની ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજના ડીનને ફરિયાદ પણ આપી છે. ફરિયાદ પ્રમાણે વાઇવાની પરીક્ષા દરમિયાન એનાટોમી વિભાગના સિનિયર પ્રોફેસર એસ.કે. નાગરે બેહૂદા સવાલો કર્યા હતા. વિદ્યાર્થિનીએ આક્ષેપ લગાવ્યો છે કે વાઇવા દરમિયાન પ્રોફેસર એસ.કે. નાગરે ખૂબ જ બેહૂદા સવાલો કર્યા હતા. વિદ્યાર્થિનીએ એક ન્યૂઝપેપર સાથે વાતચીત કરતા કહ્યુ હતું કે પ્રોફેસરે તને કેવા છોકરા ગમે છે? શર્ટ વગરના કેવી બોડીવાળા છોકરા ગમે? મારા જેવા બોડી વાળો ચાલે કે નહીં? તારે બોયફ્રેન્ડ છે કે નહીં? જેવા સવાલો પૂછ્યા હતા.એટલું જ નહીં વાઇવા દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થિનીને એવું પણ કહ્યું હતું કે, જો તને કાર ડ્રાઇવ કરતા ન આવડતી હોય તો હું તને શીખવાડી દઈશ. વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે વાઇવા દરમિયાન પ્રોફેસરે બે વિદ્યાર્થિનીઓ પાસેથી મોબાઇલ નંબર પણ માંગ્યા હતા. પ્રોફેસર નાગરે તેમના પર લાગેલા આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે દલીલ આપી હતી કે તેઓ બરોડા કોલેજના ડીન બનવાના હોવાતી તેમની સામે આવું કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમને બદનામ કરવા માટે એક ગેંગ કામ કરી રહી છે. બે મહિના પહેલા પણ તેની વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ આપવામાં આવી હતી. વાઇવા દરમિયાન જો કોઈ છોકરી ડરી જાય તો તેને હળવા મૂડમાં લાવવા માટે અમુક સવાલો પૂછ્યા હશે, પરંતુ બેહૂદા કહી શકાય તેવા સવાલો પૂછ્યા નથી.